या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता ।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ॥
હવે આવવામાં શી વાર ?
આવી પ્હોંચ્યો છે અણસાર !
અમથો કૈં લાગે આ ભાર ?
વરસી પડશે અનરાધાર !
અડ અડ અંગુલિ તારે તાર,
દિશ દિશ પ્રસરે ઝણઝણકાર !
આંખો કાં ભૂલી પલકાર ?
કોણ આવીને ઊભું દ્વાર !
અગધપગધનું તું અવલંબ,
નિરાધારનો તું આધાર !
ઊંચેથી અડતું આકાશ,
તું ધરણી તું ધારણહાર !
પળનો પણ છે ક્યાં સંદેહ,
શ્રદ્ધે, તારો જયજાકાર !
- રાજેન્દ્ર શુક્લ
03.10.2007.
*for previous posts click here
|