જીનામ, જીનામ !
ચવ્યો શ્વાસ ઉછ્વાસ જીનામ, જીનામ !
અચરજો ડિસ્યો વાસ જીનામ, જીનામ !
પ્રગટ પિંડ પરકાસ જીનામ, જીનામ !,
ચહું લોક અજવાસ જીનામ, જીનામ !
ધૂણા જ્યમ ધખ્યો ખાસ જીનામ, જીનામ !
અહરનિસ રટ્યો દાસ જીનામ, જીનામ !
ધરા તે ચગ્યો રાસ જીનામ, જીનામ !
અડી વ્યો ઇ આકાસ જીનામ, જીનામ !
ખૂટી વ્યો સબદ, ગાલ ખૂટી વઇ, માડુ,
બચ્યો હિક્ક સહવાસ જીનામ, જીનામ !
- રાજેન્દ્ર શુક્લ
20.05.2007.
(This is a one the poems where an allusion has been made of a Saint-Poet Dada Mekaran (1719-52). "Jeenaam, Jeenaam" was his "Word"- A sacred word that he used to chant. These words are termed "Beej Mantra". They are charged with divine energy and used for spiritual progress - Dhaivat)
*for previous posts click here
|