અલખ સરીખું સરીએ...
એક ધડી નવ ઠરીએ, ભરથરી,
એવું રે સંચરીએ, ભરથરી.
આપ થકાં ઊગરીએ, ભરથરી,
આપ મહીં આછરીએ ભરથરી.
પોત પુરાણું ધરીએ, ભરથરી,
પોતીકું જ પરહરીએ, ભરથરી.
બીજું તો શું કરીએ, ભરથરી,
ઝરમર, ઝરમર ઝરીએ, ભરથરી.
ખરખર, ખરખર ખરીએ, ભરથરી,
પૂરે પૂરું ભરીએ, ભરથરી.
વણતુંબડેયે તરીએ, ભરથરી,
ફેર ન પાછાં ફરીએ, ભરથરી.
અલખ સરીખું સરીએ, ભરથરી,
અહાલેક ઓચરીએ, ભરથરી.
- રાજેન્દ્ર શુક્લ
5 અને 6 નવેમ્બર, 2006.
*for previous posts click here
|