The Official Website  
line decor
  
line decor
 
 
 
 

 
 
This month's poem - VARSHAA-GAZAL

વર્ષા-ગઝલ

વીજળી યે કેવી પાજી ?
પ્રથમ ચમકી પછી ગાજી !

પાણી કયાં ક્યાં ભરાયું છે,
જોવા નીકળ્યાં સ્વયં કાજી !

લાગણી ઘેલી અષાઢી,
એ નથી રહેવાની સાજી !

એમ પણ તરબોળ ભીંજ્યા,
છાપરી છાજી ન છાજી !

રાતભર ટપક્યાં કરી એ,
ટીપે ટીપે થતી તાજી !

બત્તીયે બૂઝાઈ ગઈ આ
જામવાની હવે બાજી !

ઘોર અંધારે શું દેખે,
કોણ કેવું રહ્યું લાજી !

એ ભલે ધાકોર કોરાં
એમને ચિંતા છે જાજી !

કાન સુધી પૂર પ્હોંચ્યા,
વાંસળી પણ ક્યાંક વાજી !

જો ફલકથી રહેમ વરસે,
દાઢી પસવારે છે હાજી !

- રાજેન્દ્ર શુક્લ

10 જુલાઈ, 199

 

(નોંધઃ એક ગુજરાતી કહેવત  “ભેંસ, ભામણ, અને ભાજી, પાણી દેખી ત્રણે રાજી”  એ આ રચનાનું ઉદ્ભવ બિંદુ છે કદાચ  - ધૈવત)

 

*for previous posts click here

 

 
 

 
Recent/News
A documentary film on Poet Shri Rajendra Shukla. More...

In His Own Voice
Listen to Ghazal "Pindne Pankh Didhi Ane - " in his own voice, Recorded in February, 2009.

Translation of his poems in English
"Vrund Gana" - The Eternal Cosmic Symphony - Translated by Dhaivat Shukla

Poet's other writings
Rajandra Shukla on His Creative Journey (in Hindi)

On Education
In search of a meaningful alternative of the prevalent formal education system.

On His Poetry
From various sources

His Poetry With Music, Poetry in Music
Listen to Ghazal "Aavya Havaa ni Jem" sung by Bansari Yogendra